રાષ્ટ્રીય

ઓક્ટોબર 14, 2026 4:43 પી એમ(PM)

views 8

કેનેડા અને ભારતે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર માટે વાટાઘાટો ઝડપી બનાવી

કેનેડા અને ભારતે ઓટ્ટાવામાં 5 થી 9 ઓક્ટોબર દરમિયાન પાંચમા રાઉન્ડની વાટાઘાટો બાદ, 2026ના અંત સુધીમાં કરાર પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખીને વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) માટે વાટાઘાટો ઝડપી બનાવી છે. બંને દેશો આર્થિક સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણનો વિસ્તાર કરવા માંગ...

ઓક્ટોબર 14, 2026 4:36 પી એમ(PM)

views 3

ભારતમાં 2015 થી 2024 દરમિયાન નવા ક્ષય રોગના કેસોમાં 21 ટકાનો ઘટાડો નોંધાયો

ભારતમાં 2015 થી 2024 દરમિયાન નવા ક્ષય રોગના કેસોમાં 21 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ ઘટાડો 12 ટકાનો હતો. દેશમાં ક્ષય રોગની સારવારનો વ્યાપ 92 ટકા સુધી પહોંચી ગયો છે. સરકારે વિસ્તૃત સ્ક્રીનીંગ, અદ્યતન ટેકનોલોજી અને સમુદાય ભાગીદારી દ્વારા ક્ષય રોગને નાબૂદ કરવા માટે પ્રયાસોને વધુ વેગવંત...

ઓક્ટોબર 14, 2026 4:34 પી એમ(PM)

views 4

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભાર મૂક્યો કે, ભારત અને આસિયાન શાંતિપૂર્ણ, સ્થિર અને મુક્ત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે ઉત્સુક છે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભાર મૂક્યો કે, ભારત અને આસિયાન શાંતિપૂર્ણ, સ્થિર અને મુક્ત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે ઉત્સુક છે. આજે સવારે નવી દિલ્હીમાં આસિયાન-ભારત સંરક્ષણ થિંક ટેન્ક ફોરમને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે આસિયાન ભારતના ઈન્ડો-પેસિફિક વિઝનનું કેન્દ્ર છે અને ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી દક્ષિણપૂર...

ઓક્ટોબર 14, 2026 4:26 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શ્રૃંખલામાં વિશ્વાસપૂર્ણ સાયબર સુરક્ષા વધુને વધુ મહત્વપૂર્ણ બની રહી છે

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શ્રૃંખલામાં વિશ્વાસપૂર્ણ સાયબર સુરક્ષા વધુને વધુ મહત્વપૂર્ણ બની રહી છે. આજે નવી દિલ્હીમાં બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં બોલતા, શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારત સેમિકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન...

ઓક્ટોબર 14, 2026 9:42 એ એમ (AM)

views 25

રાષ્ટ્રપતિ મુર્મુ આજે બે દિવસીય પ્રવાસ અંતર્ગત આંધ્રપ્રદેશના વિજયવાડા પહોંચશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આંધ્રપ્રદેશની બે દિવસીય મુલાકાતે આજે વિજયવાડા પહોંચશે. તેઓ આજે સાંજે શ્રી કનક દુર્ગા મંદિરમાં પ્રાર્થના કરશે. આવતીકાલે, રાષ્ટ્રપતિ વિજયવાડામાં રાષ્ટ્રીય સરસ મેળા 2026નું ઉદ્ઘાટન કરશે. આ મેળાનું આયોજન કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આંધ્ર પ્રદેશ સરકારના સહયોગથી કરવામ...

ઓક્ટોબર 14, 2026 9:21 એ એમ (AM)

views 16

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયમાં ભાજપની જીત બાદ ગૃહ મંત્રીએ રાહુલ ગાંધીને આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ હતુંકે સ્થાનિક સ્વરાજ્યની અને દેશમાં યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો બાદ  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ પોતાની પ્રતિક્રિયા આપતા શ્રી શાહે કહ્યું કે ગુજરાતનો મતદાતા આજે પણ પ્રધાનમંત્...

ઓક્ટોબર 14, 2026 9:16 એ એમ (AM)

views 12

કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ આજે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષિય વાટાઘાટો કરશે

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને હાલમાં એક કરાર પર કામ થઈ રહ્યું છે. નવી દિલ્હીમાં બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં બોલતા, ડૉ. જયશંકરે માહિતી આપી હતી કે બંને દેશોના વેપાર મંત્રીઓ તેના પર કામ કરી રહ્યા છે અને બંને રાષ્ટ્રો વેપાર સોદા માટે...

ઓક્ટોબર 14, 2026 9:15 એ એમ (AM)

views 14

બિહારમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ લોકોના મોત -કેન્દ્ર -રાજ્ય સરકારે સહાયની જાહેરાત

બિહારમાં, વૈશાલી જિલ્લાના રાઘોપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ લોકોના મોત થયા હતા, જ્યારે છ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. હોડીમાં લગભગ ૧૫ થી ૨૦ લોકો સવાર હતા. સાત અન્ય લોકોને સારવાર ચાલી રહી છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ બોટ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. પ્...

ઓક્ટોબર 14, 2026 9:13 એ એમ (AM)

views 11

ભારતના આનંદકુમાર વેલકુમારે વર્લ્ડ સ્કેટ ગેમ્સ 2026માં 500 મીટર સ્પ્રિન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો

ભારતના આનંદકુમાર વેલકુમારે પેરાગ્વેના અસુનસિઓનમાં યોજાયેલ વર્લ્ડ સ્કેટ ગેમ્સ 2026 માં 500 મીટર સ્પ્રિન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે.  તમિલનાડુના 23 વર્ષીય સ્પીડ સ્કેટરે 40.856 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી હતી. વેલકુમારે 2025 ચેમ્પિયનશિપમાં પણ 500 મીટર અને 1000 મીટર અને મેરેથોનમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો...

ઓક્ટોબર 13, 2026 4:32 પી એમ(PM)

views 10

ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરેક લાયક નાગરિકનો મતદાર યાદીમાં સમાવેશ થાય તે માટે પ્રયાસો વધુ ઝડપી કર્યા

ચૂંટણી પંચે દરેક લાયક નાગરિકનો મતદાર યાદીમાં સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે. આ માટે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ માહિતી આપી કે 18 ઓક્ટોબરે તમામ મતદાન મથકો પર ખાસ શિબિરોનું આયોજન કરાશે. વિવિધ રાજ...