સપ્ટેમ્બર 18, 2026 7:49 પી એમ(PM)

printer

ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. નવી દિલ્હીમાં ‘સેમિકોન ઇન્ડિયા 2026’માં એક અનૌપચારિક ચર્ચામાં ભાગ લેતાં શ્રી વૈષ્ણવે કહ્યું કે બૌદ્ધિક સંપદાની સુરક્ષાથી લઈને વૈશ્વિક કંપનીઓને ભારતમાં સંપૂર્ણ ઉત્પાદન ડિઝાઇન કરવા માટે સક્ષમ બનાવવા સુધી, સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં વિશ્વાસ અત્યંત મહત્વપૂર્ણ છે.

શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ભારતે દસ વર્ષમાં 85 હજાર સેમિકન્ડક્ટર ડિઝાઇન એન્જિનિયરોને તાલીમ આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમણે ઉમેર્યું કે ચાર વર્ષમાં 70 હજાર એન્જિનિયરોને તાલીમ આપવામાં આવી ચૂકી છે.