સપ્ટેમ્બર 19, 2026 10:59 એ એમ (AM)

printer

પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક મસ્જિદ પાસે થયેલા વિસ્ફોટમાં 15 પોલીસકર્મીઓ સહિત 21 લોકો માર્યા ગયા અને 100 થી વધુ લોકો ઘાયલ

પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં ગઈકાલે એક મસ્જિદ પાસે થયેલા વિસ્ફોટમાં 15 પોલીસકર્મીઓ સહિત 21 લોકો માર્યા ગયા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા.

કોહાટ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. તાહિર શાહે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 73 પોલીસકર્મીઓ અને 30 નાગરિકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટ શુક્રવારની નમાજ દરમિયાન થયો હતો અને મસ્જિદ નજીક ખાડો પડી ગયો હતો. અજાણ્યા હુમલાખોરોએ સ્થળ પરથી ભાગી જતા પહેલા ચેકપોસ્ટને નિશાન બનાવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદી જૂથ ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન પાકિસ્તાને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને પ્રધાનમંત્રી શેહબાઝ શરીફે ઘટનાની નિંદા કરી છે.