સપ્ટેમ્બર 19, 2026 10:36 એ એમ (AM)

printer

પંચમહાલમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની બાઇક રેલીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવકારશે

પંચમહાલ જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાનઅંતર્ગત વડનગરથી વારાણસી સુધીની બાઇક રેલીના સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી આજે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

બાઇક રેલીનુ શ્રી સંઘવી સવારે હાલોલ ચંદ્રપુરા ચોકડી ખાતે સ્વાગત કરશે. ત્યારબાદ ગુજરાત નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી ખાતે ખેડૂતો સાથે કૃષિ પરિસંવાદ તથા ઘોઘંબા ખાતે સ્વચ્છતા અભિયાન અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે