રાજ્યમાં આજે વરસાદે વિરામ લીધો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મેઘરજ અને ગીર સોમનાથના વેરાવળમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો. આ સાથે રાજ્યના 206 જળાશયમાં 70 ટકા જળ સંગ્રહ થયો છે જ્યારે સરદાર સરોવર ડેમ 96 ટકા ભરાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 113 ટકા સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ 88 ટકા વરસાદ વરસ્યો છે.
બીજી તરફ પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી એક લાખ 68 હજાર હેક્ટરમાં થયેલા વાવેતરને રાહત મળી છે. હાલનો વરસાદ ડાંગર સહિતના પાક માટે ફાયદાકારક છે, પરંતુ આગામી દિવસોમાં પાંચ ઇંચથી વધુ વરસાદ થાય તો પાકને નુકસાનની શક્યતા છે.