સપ્ટેમ્બર 19, 2026 2:13 પી એમ(PM)

printer

જાપાનમાં આજથી એશિયન ગેમ્સ 2026નો આરંભ – ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગે ઉદ્ઘાટન સમારોહ

જાપાનના આઈચી-નાગોયા સ્થિત પાલોમા મિઝુહો સ્ટેડિયમ ખાતે આજે એશિયન ગેમ્સ  2026 ઉદ્ઘાટન સમારોહ આજે ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગ્યે શરૂ થશે. મનુ ભાકર અને તજિંદરપાલ સિંહ તૂર ઉદ્ઘાટન સમારોહમાંભારતીય ધ્વજ સાથે ટીમનું નેતૃત્વ કરશે. એશિયન ગેમ્સ આગામી ચોથી ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં 500 થી વધુ ભારતીય ખેલાડીઓ 37 રમતોમાં ભાગ લેશે. ઈજાને કારણે ભાલા ફેંક ચેમ્પિયન નીરજ ચોપરા સ્પર્ધામાં નથી. પીવી સિંધુ બેડમિન્ટન જ્યારે મીરાબાઈ ચાનુ વેઈટલિફ્ટિંગ ટુકડીનું નેતૃત્વ કરશે. શૂટિંગમાં મનુ ભાકર, લવલીના બોર્ગોહેન બોક્સિંગમાં ભાગ લેશે અને અમન સેહરાવત કુસ્તીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

એશિયન ગેમ્સની આ આવૃત્તિમાં 45 દેશો અને પ્રદેશોના ખેલાડીઓ 43 રમતો અને 469 મેડલ ઇવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે.