સપ્ટેમ્બર 19, 2026 2:48 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોજગાર મેળામાં 51 હજાર યુવાનોને વિડીયો કોન્ફરન્સ દ્વારા નિમણૂક પત્રો આપ્યાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 20મા રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી સંસ્થાઓમાં નવનિયુક્ત 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપ્યા. આ પ્રસંગે તેમણે જણાવ્યું, ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ અપ માળખું છે. તેમણે ઉમેર્યું આપણા યુવાનોના કૌશલ્યએ સમગ્ર વિશ્વનો ભરોસો જીત્યો છે.

20મો રોજગાર મેળો દેશભરમાં 45 સ્થળોએ યોજાયો. નવા ભરતી થયેલા ઉમેદવારો ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે, જેમાં નાણાં, રેલ્વે, ગૃહ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને સંરક્ષણ મંત્રાલયનો સમાવેશ થાય છે. 20મા રોજગાર મેળા સાથે, કુલ 12 લાખ 75 હજાર યુવાનોને નિમણૂક પત્રો પ્રાપ્ત થયા છે. રોજગાર મેળો યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવા અને દેશની વિકાસ યાત્રામાં તેમની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા પર સરકારના સતત ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.