કેન્દ્ર સરકારે મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના ‘અશાંત વિસ્તારો’માં સશસ્ત્ર દળો (વિશેષ સત્તાઓ) અધિનિયમ, AFSPA -1958 ને પહેલી ઓક્ટોબરથી છ મહિના માટે લંબાવ્યો છે.
ગૃહ મંત્રાલયે મણિપુરમાં, 13 પોલીસ સ્ટેશનોના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારોને બાદ કરતાં, સમગ્ર રાજ્યમાં AFSPA લંબાવ્યો છે.
નાગાલેન્ડમાં, દિમાપુર, નિઉલેન્ડ અને ચુમોઉકેડિમા સહિત નવ જિલ્લાઓમાં આસપા લંબાવવામાં આવ્યો છે. અરુણાચલ પ્રદેશમાં, તિરાપ, ચાંગલાંગ અને લોંગડિંગ જિલ્લાઓમાં AFSPA લંબાવવામાં આવ્યો છે.