સપ્ટેમ્બર 26, 2026 11:17 એ એમ (AM)

printer

વિદેશ મંત્રી એસ. જયશંકર સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અર્થપૂર્ણ સુધારા માટે લેખિત પ્રસ્તાવ આધારિત વાટાઘાટોની જરૂરિયાત પર ભાર મૂક્યો – આજે મહાસભામાં ભારતનું સત્તાવાર નિવેદન રજૂ કરશે

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સામાન્ય ચર્ચામાં બપોરના સત્ર દરમિયાન ભારતનું સત્તાવાર નિવેદન રજૂ કરશે. વિદેશ મંત્રી 81મા સત્રમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.

ગઈકાલે મહાસભાથી અલગ એક સત્રમાં સંબોધન કરતાં તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અર્થપૂર્ણ સુધારા માટે લેખિત પ્રસ્તાવ આધારિત વાટાઘાટોની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, આવા પ્રસ્તાવ વિનાની વાતચીત માત્ર પ્રક્રિયામાં વિલંબ કરવા સમાન હશે.

તેમણે કહ્યું, સુધારાના વિરોધીઓ સંસ્થાને ટેકો આપવાને બદલે ફક્ત તેનું શોષણ કરી રહ્યા છે.