સપ્ટેમ્બર 26, 2026 11:16 એ એમ (AM)

printer

ભાદરવી પૂનમના અંબાજી ખાતે ચાલી રહેલા મેળાનો આજે છેલ્લો દિવસ -અત્યાર સુધી સેંકડો ભક્તોએ માતાજીના ચરણોમાં શિશ ઝુકાવ્યું

શક્તિપીઠ અંબાજી ખાતેના ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે. સેંકડો માઇભક્તો હજુ પણ ભાદરવી પૂર્ણિમાના દિવસે અંબાજી માતાના ચરણોમાં શિશ ઝુકાવવા ઉમટી રહ્યાં છે. ત્યારે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં છ દિવસમાં 40 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા હતા.

છઠ્ઠા દિવસે જિલ્લા કલેક્ટરે વહીવટી તંત્ર સાથે દાંતા થી અંબાજી સુધી પદયાત્રા કરીને યાત્રાળુઓની સુવિધા અને વ્યવસ્થાની જાતે સમીક્ષા કરી હતી. આજ બપોર સુધીમાં તમામ સંઘો માતાજીના મંદિરે પહોચશે તેમ કલેકટરે જણાવ્યું હતું.