સપ્ટેમ્બર 26, 2026 11:34 એ એમ (AM)

printer

એશિયન રમતોત્સવમાં, ભારતીય પુરુષ અને મહિલા કબડ્ડી ટીમો આજે સુવર્ણ ચંદ્રક જીતવાના ઇરાદે ઈરાન સામે મેદાનમાં ઉતરશે

એશિયન રમતોત્સવમાં, ભારતની પુરુષ અને મહિલા કબડ્ડી ટીમો આજે જાપાનના આઈચી-નાગોયામાં સુવર્ણ ચંદ્રક જીતવાના ઇરાદે ઈરાન સામે મેદાનમાં ઉતરશે.

મહિલાઓની ફાઇનલ મેચ ભારતીય સમય મુજબ સવારે સાડા નવ વાગ્યે અને પુરુષોની ફાઇનલ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે.

બીજી  તરફ બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ પોતાના સિંગલ્સ અભિયાનની શરૂઆત કરશે. બેડમિન્ટનમાં સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી અને લક્ષ્ય સેન પણ પોતા પોતાની મેચ રમશે.