પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પ્રતિ વ્યક્તિ ભારતનું કાર્બન ઉત્સર્જન વૈશ્વિક સરેરાશ કરતા અડધાથી પણ ઓછું છે. આજે નવી દિલ્હીમાં પર્યાવરણ અને આબોહવા ગતિશીલતાના ભવિષ્ય પર આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું કે વિકાસશીલ દેશોને ઘણીવાર કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર ઠેરવવામાં આવે છે, જે અન્યાયી છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું કે પેરિસમાં COP-21 સમિટમાં આપેલા વચનો સમયપત્રક પહેલાં સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ભારત એકમાત્ર G-20 દેશ છે .
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારત વિશ્વભરના અન્ય દેશો સાથે નજીકથી કામ કરી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ, વૈશ્વિક બાયોફ્યુઅલ જોડાણ, જેવી વિવિધ પહેલ દ્વારા પર્યાવરણીય સંરક્ષણ માટે નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતો હવે ભારતની કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતાના 54 ટકાથી વધુ ફાળો આપે છે, જે પૂર્વનિર્ધારિત લક્ષ્ય કરતાં ઘણા વધારે છે.
આ પ્રસંગે, ભારતના મુખ્ય ન્યાયાધીશ, ન્યાયાધીશ સૂર્યકાંતે જંગલો, તળાવો, નદીઓ અને વન્યજીવન સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ અને સુધારણા ,જીવંત પ્રાણીઓ પ્રત્યે કરુણા રાખવાની દરેક નાગરિકની મૂળભૂત ફરજના મહત્વની નોંધ લીધી.