સપ્ટેમ્બર 26, 2026 11:21 એ એમ (AM)

printer

અમદાવાદ એરપોર્ટ પરથી યુગાન્ડાથી આવેલા મુસાફર પાસેથી કોકેઇન ઝડપાયું

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લાખ્ખો રૂપિયાની કિંમતનો કોકેઇનનો જથ્થો મળી આવ્યો છે. યુગાન્ડાના મુસાફરને ડીઆરઆઇ ઝડપી લઇને તપાસ કરતાં તેના સામાનમાંથી કોકેઇન મળી આવ્યું હતું.

કતાર એરવેઝમાં આવેલાં યુગાન્ડાના મુસાફર પાસેથી ડી.આર.આઇ. એ લાખ્ખો રૂપિયાની કિંમતનો કોકેઇનનો જથ્થો પકડી પાડયો હતો. સામાનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, ટ્રોલી બેગના ટેલિસ્કોપિક હેન્ડલ અને પ્લાસ્ટિકના સપોર્ટ પાર્ટ્સની અંદર ચાલાકીથી છુપાવેલી પોલિથીન બેગમાં ભરેલો સફેદ પાવડર જેવો પદાર્થ મળી આવ્યો હતો. કુલ 981 ગ્રામ પદાર્થ મળી આવ્યો હતો, જેની તપાસમાં તે કોકેઈન હોવાનું સાબિત થયું હતું.

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ (NDPS) એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું અને મુસાફરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.