સપ્ટેમ્બર 19, 2026 11:12 એ એમ (AM)

printer

ભારતની સોફ્ટવેર સેવાઓનો નિકાસ 2025-26માં વાર્ષિક ધોરણે 8.2 ટકા વધીને 221 અબજ ડૉલરથી વધુ થયો

ભારતની સોફ્ટવેર સેવાઓની નિકાસ 2025-26 માં વાર્ષિક ધોરણે 8.2 ટકા વધીને 221 અબજ ડૉલરથી વધુ થયો છે. ગઈકાલે જાહેર કરાયેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કમ્પ્યુટર સોફ્ટવેર અને માહિતી ટેકનોલોજી આધારિત સેવાઓ નિકાસ પરના વાર્ષિક સર્વેક્ષણમાં આ માહિતી આપવામાં આવી હતી. સર્વેક્ષણ માટે સાત હજાર 569 સોફ્ટવેર નિકાસ કંપનીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાંથી બે હજાર 363 કંપનીઓએ પ્રતિભાવ આપ્યો હતો. આ કંપનીઓ કુલ અંદાજિત સોફ્ટવેર નિકાસમાં આશરે 89% હિસ્સો ધરાવે છે.

ભારતની સોફ્ટવેર નિકાસ માટે અમેરિકા સૌથી મોટું કેન્દ્ર રહ્યું, જે 54 ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે. યુરોપ 31.8 ટકા સાથે બીજા ક્રમે હતું. યુકેનો હિસ્સો 15.4 ટકા હતો.

રિઝર્વ બેંકે એ પણ અહેવાલ આપ્યો છે કે ભારતીય કંપનીઓની વિદેશી પેટાકંપનીઓનો સ્થાનિક સોફ્ટવેર વેપાર 2025-26 માં 14 અબજ ડૉલરથી વધીને લગભગ 18 અબજ ડૉલર થયો છે.