ચૂંટણી પંચે આજે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના પ્રતિસ્પર્ધી જૂથોને અલગ-અલગ નામ અને ચૂંટણી પ્રતીકો ફાળવ્યા. આનાથી મમતા બેનર્જી અને અરૂપ રોયના નેતૃત્વ હેઠળના જૂથોને નવા નામોથી પેટાચૂંટણી લડવાની પરવાનગી મળી ગઈ છે. અરૂપ રોયના નેતૃત્વવાળા જૂથને ‘લોકતાંત્રિક તૃણમૂલ કોંગ્રેસ’ નામ અને ‘પરબીડિયું’ ચૂંટણી ચિહ્ન આપવામાં આવ્યું છે. મમતા બેનર્જીના નેતૃત્વવાળા જૂથને ‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ નામ અને ‘ફૂટબોલ ખેલાડી’ ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યું છે. ચૂંટણી પંચે પોતાના આદેશમાં જણાવ્યું છે કે બંને જૂથોને પશ્ચિમ બંગાળ, મેઘાલય અને ત્રિપુરામાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો તરીકે ગણવામાં આવશે. આ નિર્ણય પંચના ગઈકાલના વચગાળાના આદેશ બાદ આવ્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2026 7:57 પી એમ(PM)
ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના પ્રતિસ્પર્ધી જૂથોને અલગ-અલગ નામ અને ચૂંટણી પ્રતીકો ફાળવ્યા