રાષ્ટ્રીય

ઓગસ્ટ 23, 2026 4:39 પી એમ(PM)

views 31

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું કે, વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અવકાશ ટેકનોલોજી મુખ્ય ભૂમિકા ભજવશે

સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું કે, વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અને ભારતને 45 અબજ ડોલરનું અવકાશ અર્થતંત્ર બનાવવામાં અવકાશ ટેકનોલોજી મુખ્ય ભૂમિકા ભજવશે. આજે ગુજરાતનાં અમદાવાદમાં ત્રીજા રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવણીમાં બોલતા તેમણે કહ્યું હતું કે, અવકાશ ક્ષેત્રમાં સુધાર...

ઓગસ્ટ 23, 2026 4:04 પી એમ(PM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સે સરકારમાં વિશ્વાસ દર્શાવ્યો છે – અવકાશ ક્ષેત્રના સીઈઓને મજબૂત અવકાશ ઇકોસિસ્ટમ બનાવવા આહ્વાન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સે સરકારમાં પોતાનો વિશ્વાસ દર્શાવ્યો છે. આજે અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ સીઈઓ સાથેની વાતચીત દરમિયાન, તેમણે ઉપસ્થિત સીઈઓને એક મજબૂત અવકાશ ઇકોસિસ્ટમ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા આગ્રહ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, એક અનુકૂળ વાતાવરણ બ...

ઓગસ્ટ 23, 2026 10:46 એ એમ (AM)

views 37

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના નવા નિમાયેલા પદાધિકારીઓ સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં ગઈકાલે ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ભાજપ પ્રમુખ નીતિન નવીન ઉપરાંત આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષો અને મહામંત્રીઓ સહિત અન્ય લોકોએ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે સ...

ઓગસ્ટ 22, 2026 7:18 પી એમ(PM)

views 21

22 ભારતીય ખલાસીઓ સાથે 2 જહાજોનું ચાંચિયાઓએ અપહરણ કર્યું, ભારતે ચિંતા વ્યક્ત કરી

સોમાલિયા અને યમનના દરિયાકાંઠે સશસ્ત્ર ચાંચિયાઓ દ્વારા 22 ભારતીય ખલાસીઓ સાથેના બે વિદેશી જહાજોનું અપહરણ કરવામાં આવ્યું છે. ભારત સરકારે આ ગંભીર ઘટનાની નોંધ લઈને સોમાલિયાના સત્તાવાળાઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ભારતીય હાઈ કમિશનના જણાવ્યા મુજ...

ઓગસ્ટ 22, 2026 6:58 પી એમ(PM)

views 59

PM મોદીના જન્મ દિવસ નિમિત્તે ભાજપ 1 મહિનો ચલાવશે દેશવ્યાપી સેવા સંકલ્પ અભિયાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં એક મહિના સુધી 'સેવા સંકલ્પ અભિયાન' ચલાવવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રીની જાહેર સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી, ખાસ કરીને યુવાનોને સેવાના કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. મુખ્યમંત્રીથી ...

ઓગસ્ટ 22, 2026 6:39 પી એમ(PM)

views 24

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ટીવી ચેનલો પર જાહેરાત પ્રસારણની 12 મિનિટની મર્યાદા નાબૂદ

કેન્દ્ર સરકારે ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક નિર્ણય લેતા ટીવી ચેનલો પર જાહેરાત પ્રસારણ માટેની 12 મિનિટની મહત્તમ મર્યાદાને સત્તાવાર રીતે સમાપ્ત કરી દીધી છે. આજે ટેલિવિઝન નેટવર્ક નિયમ 1994 માં સુધારાની ગેઝેટ અધિસૂચના બહાર પાડવામાં આવી હતી, જેની સાથે જ આ નવો નિયમ તાત્કાલિક અસરથી લાગુ થ...

ઓગસ્ટ 22, 2026 2:47 પી એમ(PM)

views 24

પશ્ચિમ બંગાળના લોકો માટે ખંડણી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર રોડ, ટોલ વસૂલાત અને ગેરકાયદેસર દારૂ સંબંધિત ફરિયાદો નોંધાવવા હેલ્પલાઇન નંબર શરૂ કરાયો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળના લોકો ટોલ-ફ્રી હેલ્પલાઇન પર ખંડણી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર રોડ અને ટોલ વસૂલાત અને ગેરકાયદેસર દારૂ સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે. શ્રી શાહે સિલિગુડીમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં હેલ્પલાઇનની વ્યવસ્થ...

ઓગસ્ટ 22, 2026 2:43 પી એમ(PM)

views 17

ચાર વર્ષથી ઓછી વયના બાળકો માટે ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનાઇલફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતા તમામ ફિક્સ્ડ-ડોઝ સંયોજનોના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ

સરકારે આજે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનાઇલફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતા તમામ ફિક્સ્ડ-ડોઝ સંયોજનોના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. આરોગ્ય મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં આ દવાઓ પર સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે ક...

ઓગસ્ટ 22, 2026 2:35 પી એમ(PM)

views 14

ઝારખંડમાં એક સિમેન્ટ અને સ્ટીલ પાવર પ્લાન્ટના ટર્બાઈનમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ એન્જિનિયરોના મોત

ઝારખંડના રામગઢ જિલ્લાના બરકાકાના ઓપી વિસ્તાર હેઠળના હેહલમાં એક સિમેન્ટ અને સ્ટીલ પાવર પ્લાન્ટમાં ગઈકાલે રાત્રે ટર્બાઈનમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ત્રણ એન્જિનિયરોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર પ્લાન્ટમાં વધુ પડતા તાપમ...

ઓગસ્ટ 22, 2026 10:52 એ એમ (AM)

views 17

દેશમાં સ્થાનિક માંગને પહોંચી વળવા ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ

સરકારે જણાવ્યું છે કે દેશમાં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતો ખાંડનો સ્ટોક ઉપલબ્ધ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, તાજેતરમાં ખાંડના ભાવમાં વધારો ઇથેનોલ ઉત્પાદન માટે ખાંડના ઉપયોગને કારણે નથી. ઓછું ઉત્પાદન, તહેવારો પહેલા માંગમાં વધારો, ખરાબ હવામાનને કારણે શેરડીના પાકને નુકસાન અને કેટલાક વેપારીઓ દ્...