સરકારે આજે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનાઇલફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતા તમામ ફિક્સ્ડ-ડોઝ સંયોજનોના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે.
આરોગ્ય મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં આ દવાઓ પર સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ન આપવી જોઈએ. આ પગલું નાના બાળકોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. સરકારે ઉત્પાદકોને આ દવાઓના લેબલ, પેકેજ સૂચનાઓ અને પ્રમોશનલ સામગ્રી પર ચેતવણી સ્પષ્ટપણે લખવાનો નિર્દેશ આપ્યો છે.
નિષ્ણાત સમિતિ અને ડ્રગ્સ ટેકનિકલ સલાહકાર બોર્ડની ભલામણોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.