ઝારખંડના રામગઢ જિલ્લાના બરકાકાના ઓપી વિસ્તાર હેઠળના હેહલમાં એક સિમેન્ટ અને સ્ટીલ પાવર પ્લાન્ટમાં ગઈકાલે રાત્રે ટર્બાઈનમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ત્રણ એન્જિનિયરોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર પ્લાન્ટમાં વધુ પડતા તાપમાનને કારણે ટર્બાઈન વધુ ઝડપે ચાલ્યું હતું અને પરિણામે વિસ્ફોટ થયો હતો. પ્લાન્ટના કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે કે, મેનેજમેન્ટને અગાઉ કંટ્રોલ રૂમમાં વધુ પડતા તાપમાન અને અપૂરતી ઠંડક વ્યવસ્થા વિશે જાણ કરવામાં આવી હતી, પરંતુ સમયસર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.