કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળના લોકો ટોલ-ફ્રી હેલ્પલાઇન પર ખંડણી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર રોડ અને ટોલ વસૂલાત અને ગેરકાયદેસર દારૂ સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે.
શ્રી શાહે સિલિગુડીમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં હેલ્પલાઇનની વ્યવસ્થાઓની સમીક્ષા કરી. તેમણે કહ્યું કે, દરેક ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. ખંડણી સંબંધિત ફરિયાદો માટે 15 53 34, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે 15 53 35, ગેરકાયદેસર રોડ અને ટોલ વસૂલાત માટે 15 53 37 અને ગેરકાયદેસર દારૂ સંબંધિત ફરિયાદો માટે 15 53 39 પર સંપર્ક કરી શકાય છે.
શ્રી શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળના લોકો લાંબા સમયથી ખંડણી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી પરેશાન છે અને સરકાર આ વ્યવસ્થાને સમાપ્ત કરવા માટે કામ કરી રહી છે.