સપ્ટેમ્બર 26, 2026 3:31 પી એમ(PM)

printer

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલાઓએ કબડ્ડીમાં સુવર્ણ, 50 મીટર રાયફલ શૂટિંગમાં રજત ચંદ્રક જીત્યો

     એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા કબડ્ડી ટીમે ઈરાનને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. જાપાનમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ઈરાનને હરાવીને 37-34થી હરાવીને આ જીત મેળવી. જ્યારે ભારતની પુરુષ કબડ્ડી ટીમ આજે ફાઇનલમાં ઈરાનનો સામનો કરશે.

      એશિયન ગેમ્સમાં ભારતનો આ ત્રીજો સુવર્ણ ચંદ્રક છે. અગાઉ, મહિલા ક્રિકેટ ટીમ અને સુરુચી સિંહ ફોગાટ અને કમલજીતની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

      મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન સ્પર્ધામાં ભારતીય ત્રિપુટી તિલોત્તમા સેન, વિદર્શા વિનોદ અને આશી ચોકસીએ રજત ચંદ્રક જીત્યો, જેમાં તિલોત્તમા વ્યક્તિગત સ્પર્ધામાં ચોથા સ્થાને રહી. ભારતીય ટીમ 1 હજાર 763ના સ્કોર સાથે બીજા સ્થાને રહી.