ઓગસ્ટ 22, 2026 10:52 એ એમ (AM)

printer

દેશમાં સ્થાનિક માંગને પહોંચી વળવા ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ

સરકારે જણાવ્યું છે કે દેશમાં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે પૂરતો ખાંડનો સ્ટોક ઉપલબ્ધ છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, તાજેતરમાં ખાંડના ભાવમાં વધારો ઇથેનોલ ઉત્પાદન માટે ખાંડના ઉપયોગને કારણે નથી. ઓછું ઉત્પાદન, તહેવારો પહેલા માંગમાં વધારો, ખરાબ હવામાનને કારણે શેરડીના પાકને નુકસાન અને કેટલાક વેપારીઓ દ્વારા સંગ્રહખોરી જેવા પરિબળોને કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે.

ખાંડના ભાવમાં વધારાને ધ્યાનમાં રાખી, પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને ભાવ સ્થિર કરવા સરકારે ઘણા પગલાં લીધાં છે.