પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સે સરકારમાં પોતાનો વિશ્વાસ દર્શાવ્યો છે.
આજે અવકાશ ક્ષેત્રના સ્ટાર્ટઅપ સીઈઓ સાથેની વાતચીત દરમિયાન, તેમણે ઉપસ્થિત સીઈઓને એક મજબૂત અવકાશ ઇકોસિસ્ટમ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવા આગ્રહ કર્યો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, એક અનુકૂળ વાતાવરણ બનાવવું જોઈએ જેથી વિશ્વભરના લોકો ભારતને અવકાશ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા અને ભવિષ્ય બનાવવા માટે એક પસંદગીના સ્થળ તરીકે જુએ.