રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 1, 2026 4:39 પી એમ(PM)

views 12

કિર્ગિસ્તાનમાં 26મા SCO સમિટમાં આતંકવાદ સામે PM મોદીનો કડક પ્રહાર

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠનના 26મા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે કડક વલણ દાખવ્યું હતું. તેમણે આતંકવાદની ઇકોસિસ્ટમને જડમૂળથી ઉખાડી ફેંકવા આહ્વાન કર્યું હતું. આ સંમેલનમાં SCO ની 25મી વર્ષગાંઠ નિમિત્તે સભ્ય દેશો દ્વારા ઐતિહાસિક 'બિશ્કેક ઘોષણાપત...

સપ્ટેમ્બર 1, 2026 3:57 પી એમ(PM)

views 9

નેપાળ દુર્ઘટનામાં SSBની પ્રશંસનીય ભૂમિકા બદલ કેન્દ્રીય ગૃહમંત્રીએ જવાનોને બિરદાવ્યા

સશસ્ત્ર સીમા બળના પદવીદાન સમારોહ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જવાનોની રાષ્ટ્રનિષ્ઠા અને કામગીરીની ભારે પ્રશંસા કરી હતી. ખાસ કરીને નેપાળમાં સર્જાયેલી દુર્ઘટના સમયે SSB દ્વારા કરાયેલી બચાવ કામગીરીને તેમણે બિરદાવી હતી. આ સમારોહમાં હાજર રહેલા ગૃહ સચિવ ગોવિંદ મોહને દેશની 15000 કિલોમીટર લાંબી સરહ...

સપ્ટેમ્બર 1, 2026 2:13 પી એમ(PM)

views 25

બિશ્કેકમાં SCOની પરિષદને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદ સમગ્ર માનવતા માટે એક પડકાર.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આતંકવાદ ફક્ત એક દેશની સલામતી માટે ખતરો નથી, પરંતુ સમગ્ર માનવતા માટે એક પડકાર છે. તેમણે કહ્યું કે કોઈ પણ દેશ, સમાજ કે નાગરિક પોતાને આતંકવાદથી મુક્ત માની શકે નહીં. શ્રી મોદીએ બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન SCO ના રાષ્ટ્ર પ્રમુખોની પરિષદની 86મી બેઠકને સંબોધિત કરત...

સપ્ટેમ્બર 1, 2026 2:06 પી એમ(PM)

views 14

GDP વધીને 7.8 ટકા થતાં પ્રધાનમંત્રીએ દેશના આર્થિક વિકાસ માટે દેશના નાગરિકોની મહેનત અને સંકલ્પને શ્રેય આપ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનો 7.8 ટકાનો આર્થિક વિકાસ 140 કરોડ નાગરિકોની મહેનત અને સામૂહિક સંકલ્પનું પ્રતિબિંબ છે. આજે સોશિયલ મીડિયા પોસ્ટમાં એક વીડિયો શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે કોવિડ-19 રોગચાળા પછી ચાલી રહેલા યુદ્ધો અને અસ્થિરતા જેવી વૈશ્વિક સમસ્યાઓ છતાં ભારત ઝડપી ગતિએ પ્રગતિ ક...

સપ્ટેમ્બર 1, 2026 2:04 પી એમ(PM)

views 20

કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે નેપાળમાં પૂરના ભોગ બનેલા લોકોના નશ્વર અવશેષોની ઓળખ અને સ્વદેશ પરત મોકલવા અંગેની વિગતો શેર કરી

કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે નેપાળમાં તાજેતરના પૂરના ભોગ બનેલા લોકોના નશ્વર અવશેષોની ઓળખ અને સ્વદેશ પરત મોકલવા અંગેની વિગતો શેર કરી છે. નશ્વર અવશેષોનું દસ્તાવેજીકરણ, ફોટોગ્રાફ્સ અને વિગતો રેકોર્ડ કરવી, પોસ્ટમોર્ટમ તપાસ, મૃત્યુના કારણની ચકાસણી, ઔપચારિક ઓળખ, ફિંગરપ્રિન્ટ્સનો સંગ્રહ, ડીએનએ અને અન્ય ફો...

સપ્ટેમ્બર 1, 2026 2:00 પી એમ(PM)

views 34

અમદાવાદના વિમાનમથક પર ‘હબ એન્ડ સ્પોક’ આંતરરાષ્ટ્રીય ઉડાનનો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી આજે પ્રારંભ કરાવશે

નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુ આજે સાંજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 'હબ એન્ડ સ્પોક' આંતરરાષ્ટ્રીય ઉડાનનું ઉદ્ઘાટન કરશે. એર ઇન્ડિયા દ્વારા સંચાલિત ઇઝી કનેક્ટ સેવા અમદાવાદથી રવાના થશે, જે મુસાફરોને દિલ્હી થઈને અનેક વૈશ્વિક સ્થળો સાથે સાંકળશે. ગુજરાતના મુખ્યમંત્રી ભ...

સપ્ટેમ્બર 1, 2026 11:08 એ એમ (AM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 26મી SCO સમિટને સંબોધિત કરશે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની 25મી વર્ષગાંઠની ઉજવણી માટે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં આ સમિટનું આયોજન કરાયું છે. SCO સમિટમાં ભારત, ચીન, રશિયા અને દસ અન્ય સભ્ય દેશોનો સમાવેશ થાય છે. દરમ્યાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રશિયા, ઈર...

સપ્ટેમ્બર 1, 2026 11:01 એ એમ (AM)

views 41

ભારતે સિંધુ જળ સંધિ અંગે મધ્યસ્થતા અદાલતના ચુકાદાને નકારી કાઢ્યો

ભારતે સિંધુ જળ સંધિ પર વિશ્વ બેંક દ્વારા રચાયેલી મધ્યસ્થતા અદાલતના ચુકાદાને નકારી કાઢ્યો છે, ટ્રિબ્યુનલની સત્તાને નકારીને તેના નિર્ણયોને અમાન્ય ગણાવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રાલયએ જણાવ્યું હતું કે, ભારતે ક્યારેય મધ્યસ્થતા પેનલને માન્યતા આપી નથી, તેની કાર્યવાહીમાં ભાગ લીધો નથી અને ...

સપ્ટેમ્બર 1, 2026 10:54 એ એમ (AM)

views 36

નવી દિલ્હીમાં આજે ચોથી ભારત-જર્મની પર્યાવરણ ફોરમ યોજાશે

પર્યાવરણ અને આબોહવા પરિવર્તન પર દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે આજે નવી દિલ્હીમાં ચોથી ભારત-જર્મની પર્યાવરણ ફોરમ યોજાશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જર્મનીના પર્યાવરણ, મંત્રી કાર્સ્ટન સ્નેડર આ ફોરમની સહ-અધ્યક્ષતા કરશે. બંને પક્ષો દ્વિપક્ષીય સહયોગને વધુ મ...

સપ્ટેમ્બર 1, 2026 10:51 એ એમ (AM)

views 8

ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 11ના મોત 5 ઘાયલ – મૃતકોના પરિવારોને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય જાહેર

ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ 11 લોકોના મોત થયા છે. પાંચ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને વાયુસેનાના જવાનો દ્વારા સંયુક્ત બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઇ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છ...