સપ્ટેમ્બર 1, 2026 11:08 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 26મી SCO સમિટને સંબોધિત કરશે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની 25મી વર્ષગાંઠની ઉજવણી માટે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં આ સમિટનું આયોજન કરાયું છે. SCO સમિટમાં ભારત, ચીન, રશિયા અને દસ અન્ય સભ્ય દેશોનો સમાવેશ થાય છે.

દરમ્યાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રશિયા, ઈરાન, કિર્ગિઝ રિપબ્લિક અને આર્મેનિયાના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. આ બેઠકોમાં પરસ્પર હિતના વિવિધ પાસાઓ અને મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ગઈકાલે 6ઠ્ઠી વર્લ્ડ ગેમ્સના સત્તાવાર ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો.