સપ્ટેમ્બર 1, 2026 10:51 એ એમ (AM)

printer

ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 11ના મોત 5 ઘાયલ – મૃતકોના પરિવારોને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય જાહેર

ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ 11 લોકોના મોત થયા છે. પાંચ ગંભીર રીતે ઘાયલ થયા છે.

પોલીસ, ફાયર બ્રિગેડ અને વાયુસેનાના જવાનો દ્વારા સંયુક્ત બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઇ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. ફટાકડાના ગેરકાયદેસર સંગ્રહ અને ઉત્પાદન માટે ભારતીય દંડ સંહિતા અને વિસ્ફોટક અધિનિયમની સંબંધિત કલમો હેઠળ છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તથા ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.

પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને બે લાખ અને ઘાયલોને પ્રત્યેકને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.