ભારતે સિંધુ જળ સંધિ પર વિશ્વ બેંક દ્વારા રચાયેલી મધ્યસ્થતા અદાલતના ચુકાદાને નકારી કાઢ્યો છે, ટ્રિબ્યુનલની સત્તાને નકારીને તેના નિર્ણયોને અમાન્ય ગણાવ્યા છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રાલયએ જણાવ્યું હતું કે, ભારતે ક્યારેય મધ્યસ્થતા પેનલને માન્યતા આપી નથી, તેની કાર્યવાહીમાં ભાગ લીધો નથી અને તેના ચુકાદાઓને અનુસરવા ભારત દેશ બંધાયેલો રહેશે નહીં. નવી દિલ્હીએ પણ પુનરોચ્ચાર કર્યો કે સિંધુ જળ સંધિ સ્થગિત છે.
હેગમાં મધ્યસ્થતા અદાલતે ચુકાદો આપ્યો કે, સંધિને મુલતવી રાખવાના ભારતના કારણો અયોગ્ય છે. પેનલે ભારતને 1960ના પાણી વહેચણી કરાર હેઠળ તેની જવાબદારીઓનું પાલન કરવા હાકલ કરી હતી. જોકે, ભારતે આ ચુકાદા તેના અધિકાર ક્ષેત્રના બહાર છે તેમ કહીને તેને નકારી કાઢ્યો હતો.