પર્યાવરણ અને આબોહવા પરિવર્તન પર દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે આજે નવી દિલ્હીમાં ચોથી ભારત-જર્મની પર્યાવરણ ફોરમ યોજાશે.
કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જર્મનીના પર્યાવરણ, મંત્રી કાર્સ્ટન સ્નેડર આ ફોરમની સહ-અધ્યક્ષતા કરશે. બંને પક્ષો દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા, અને પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા નીતિ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે.
આ ફોરમ નીતિ નિર્માતાઓ, ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓ, થિંક ટેન્ક અને અન્ય મુખ્ય હિસ્સેદારો વચ્ચે પર્યાવરણ અને આબોહવા સહયોગ પર દ્વિપક્ષીય આદાનપ્રદાન માટે એક મંચ પૂરું પાડશે.