ઓગસ્ટ 20, 2026 10:23 એ એમ (AM)
16
ભાવનગરમાં બનાવટી દારુના કેસમાં પાંચ પોલીસ કર્મચારીઓ બરતરફ. મુખ્ય સૂત્રધાર સહિત 21 સામે ફરિયાદ દાખલ કરાઇ
ભાવનગર શહેરમાં ચકચારી બનેલા નકલી દારૂ કાંડમાં ચાર લોકોના મોત બાદ બનાવટી દારૂના મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર બનાવટી દારૂ બનતો હોવાની ચોક્કસ બાતમી અને પ્રાથમિક તપાસના આધારે પોલીસે દરોડા પાડી મોટું રેકેટ ખુલ્લું પાડ્યુ...