ગાંધીનગર ખાતે ‘બ્રિક્સ યુવા સંમેલન અને યુવા પરિષદનો આજથી પ્રારંભ થયો. ઉદ્ઘાટન સત્રને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણનો મજબૂત પાયો ગણાવી. ગુજરાતની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, રાજ્ય સરકારે ‘ગુજરાત STI પોલિસી 2026-31 અંતર્ગત યુવા સાહસિકો માટે એક હજાર કરોડનું નવીનીકરણ ભંડોળ ફાળવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમત-ગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસે પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનમાં શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, યુવા નેતૃત્વ, સમાવેશી વિકાસ અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. આવતીકાલે 11 દેશોના યુવા પ્રતિનિધિઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેશે.