ઓગસ્ટ 23, 2026 5:38 પી એમ(PM)

printer

અમેરિકાના રાષ્ટ્રપતિએ ફરીથી હોર્મુઝ સ્ટ્રેટને નવો અમેરિકી  પ્રદેશ દર્શાવતી છબી મૂકતાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટને, "નવો અમેરિકી  પ્રદેશ" દર્શાવતી એક છબી શેર કર્યા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધુ વધ્યો છે.

ઈરાને પુનરોચ્ચાર કર્યો કે જ્યાં સુધી અમેરિકા પોતાનું વલણ બદલશે ત્યાં સુધી આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ બંધ રહેશે.

અમેરિકાના આ દાવાઓને નકારી કાઢતા, ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ મોહસેન રેઝાઈએ અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદનોની તીવ્ર ટીકા કરી છે. તેમણે કહ્યું, "હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવામાં, અમેરિકાની નિષ્ફળતા અને માલિકીના દાવા વચ્ચેનો તફાવત વોશિંગ્ટન અને સ્ટ્રેટ વચ્ચેના સાત હજાર માઇલ કરતા વધુ છે.

આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અમેરિકા ઈરાન વિરુદ્ધ વધુ આર્થિક
પગલાં લેવાની તૈયારી કરી રહ્યું.