ઓગસ્ટ 20, 2026 10:20 એ એમ (AM)

printer

સાબરકાંઠામાંથી બાળતસ્કરીના કૌભાંડમાં પકડાયેલા પાંચ આરોપીઓ 11 દિવસના રિમાન્ડ પર

સાબરકાંઠામાંથી બાળતસ્કરીના કૌભાડને ઝડપી પાડવામાં આવ્યું છે. એક માસની બાળકીને દોઢ લાખ રૂપિયામાં વેચવા જતાં પાંચ લોકોને સાબરકાંઠા પોલીસે ઝડપી લીધા છે. આ ટોળકી અન્ય 12 બાળકોની તસ્કરીમાં સામેલ હોવાનું પણ ખુલ્યું છે. પોલીસે એક મહિલા સહિત પાંચ આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મેળવીને સઘન પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલે જણાવ્યું હતું કે, એ ઈડર હિંમતનગર હાઈવે થી પાસ થઈ રહેલી છે અને એમાં એક બાળકને વેચાણ અર્થે લઈ જવામાં આવી રહેલ છે. એ હકીકતને આધારે જેમાં કુલ પાંચ ઈસમ બેસેલા હતા એમની સાથે એક લગભગ એક માસ ની ઉંમરનું ફીમેલ બાળકી મળી આવેલી હતી. આ સાતે આરોપી વિરુદ્ધ હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.