ઓગસ્ટ 19, 2026 7:14 પી એમ(PM)

printer

મહેસાણાના વડનગર ખાતે 7મી રાષ્ટ્રીય મુક્કેબાજી સ્પર્ધાનો આજથી પ્રારંભ

વડનગર ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં 7 મી રાષ્ટ્રીય મુક્કેબાજી સ્પર્ધાનો પ્રારંભ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરાયો હતો. જેમાં દેશના 10 રાજ્યમાંથી 308 કુમાર અને 198 કન્યાઓ મળી 506 મુકેબાજ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં અમદાવાદના 44 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. આગામી 21 સુધી ચાલનારી આ સ્પર્ધામાં વિજેતાઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અને પ્રમાણપત્ર અને વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.