રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામા આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આજથી વાતાવરણ સૂકું રહેશે અને હજુ આગામી 48 કલાકમા વધુ કેટલાક વિસ્તારમાંથી ચોમાસુ વિદાય લેશે.
હવામાન વિભાગના વડા ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદની સ્થિતિ વચ્ચે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે.