ઓક્ટોબર 2, 2026 11:43 એ એમ (AM)

printer

રાજ્યમાં ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, રાગીની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઈન નોંધણી પ્રક્રિયાનો આજથી આરંભ

ખેડૂતોને ખરીફ માર્કેટિંગ સીઝન 2026 2027 અંતર્ગત ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, રાગીની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી પ્રક્રિયાનો આજથી આરંભ થઈ રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા આ તમામ પાકોની ટેકાના ભાવે સીધી ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે હાથ ધરવામાં આવશે.

રાજ્યના ખેડૂત ખાતેદારો માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા આજથી શરૂ થશે જે આગામી 31 ઑક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE) મારફતે કરવામાં આવશે.

ખેડૂત ખાતેદારોની આ નોંધણી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પદ્ધતિથી કરવામાં આવશે. ટેકાના ભાવે પાકની ખરીદી તારીખ 16 નવેમ્બર થી 15 જાન્યુઆરી 2027 સુધી કરવામાં આવશે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને પાક ખરીદી અંગેની જાણ SMS મારફતે કરવામાં આવશે.

ખરીદી સમયે ખેડૂતોએ પોતાનું ઓળખપત્ર સાથે લાવવાનું રહેશે અને ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન બાદ જ ખરીદી કરવામાં આવશે.