રાજ્ય સહિત દેશ ભરના લોકો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 157મી જન્મજયંતિ પર શ્રધ્ધાંજલી અર્પી રહ્યા છે.
ગુજરાતમા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી માટે
શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના
સભામાં હાજરી આપશે. અને આજે સવારે અમદાવાદના સાબરમતી આશ્રમમાં પણ સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યુ છે.
રાજ્યભરમાં મોટા પાયે સ્વચ્છતા અભિયાન પણ યોજાઈ રહ્યું છે. રાજ્ય સરકારે ગાંધી જયંતિ નિમિત્તે ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદન પર ત્રીસ ટકા વિશેષ બજાર પ્રોત્સાહન સહાયની પણ જાહેરાત કરી છે.