ઓક્ટોબર 2, 2026 11:34 એ એમ (AM)

printer

પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરવાની મુખ્યમંત્રીની જાહેરાત

ઈઝરાયલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે અદમ્ય સાહસ દાખવીને 174 મુસાફરોના જીવ બચાવ્યા, એ વાત અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે. મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે.

તેમના આ અસાધારણ શૌર્ય અને માનવતાના કાર્યને સન્માનવા રાજ્ય સરકાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે

જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કેપ્ટન સ્મિતના શૌર્યને સલામ કરતા કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા કેપ્ટન સ્મિત માટે જે સન્માન જાહેર કરવામાં આવ્યું છે, તે માત્ર એક સન્માન નથી પણ
સ્મિતના શૌર્ય અને સાહસની વંદના છે.

કેપ્ટન સ્મિત મચ્છર જલ્દીથી સ્વસ્થ થાય તે માટે ગોંડલ, વીરપુર સહિતના મંદિરોમાં સંતો મહંતો અને લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

જ્યારે  ડાંગ જિલ્લામાં પણ અલગ અલગ મંદિરો ખાતે વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું. ચોટીલા મંદિર ખાતે પણ જ્યારે સાળંગપુરમા BAPS સ્વામિનારાયણ મંદિર અને બહુચરાજી મંદિરમા  પણ કેપ્ટન સ્મિત ઝડપથી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરવામા આવી.