ઓક્ટોબર 2, 2026 11:04 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં સર્વોદય વનના લોકાર્પણ સાથે જિલ્લામાં 113 કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 77માં રાજ્યકક્ષાના વનમહોત્સવ અંતર્ગત પોરબંદરના ઓડેદરામાં 20 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ સર્વોદય વનનું લોકાર્પણ કર્યું હતું.

આ સર્વોદય વનમાં 70 જેટલી વિવિધ પ્રજાતિના દોઢ લાખ રોપા સાથે 14 હેક્ટર વિસ્તારમાં નિર્માણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી પટેલે સર્વોદય વન લોકાર્પણ સાથોસાથ પોરબંદર જિલ્લામાં 113 કરોડના 14 જેટલા વિવિધ વિકાસ કામોના પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત, વિચરતી જાતિના પરિવારોને આવાસ માટે વિનામૂલ્યે પ્લોટ તથા દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય વિતરણ પણ કર્યું હતું.

શ્રી પટેલે પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં પર્યાવરણ સરંક્ષણની આખી ઈકોસિસ્ટમ ઉભી કરી છે. આપણે પર્યાવરણના ભોગે નહીં પરંતુ પર્યાવરણ જતન અને સંવર્ધન સાથેનો વિકાસ કર્યો છે.