ઓગસ્ટ 19, 2026 7:22 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ગૂગલ અને પરપ્લેક્સિટીએ AI અને ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાત સાથે કામ કરવા ઉત્સુકતા દર્શાવી

અમેરિકા પ્રવાસના ત્રીજા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રતિનિધિમંડળે માઈક્રોન અને ગુગલની મુલાકાત લીધી. આ મૂલાકાત દરમિયાન ગુગલના ઉપાધ્યક્ષ શ્રીયુત ચંદુ થોટાએ યુવા કૌશલ્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ માટે કૃત્રિમ બુદ્ધિમતા-AI તાલીમ તેમજ કૃષિમાં પાક પદ્ધતિ, આબોહવા અને જમીન માટે AIના ઉપયોગના ક્ષેત્રોમાં ગુજરાત સાથે કામ કરવા ઉત્સુકતા દર્શાવી.

મુખ્યમંત્રીએ પરપ્લેક્સિટી AIના CEO અરવિંદ શ્રીનિવાસ સાથે બેઠક યોજી. આ બેઠક દરમિયાન અરવિંદ શ્રીનિવાસે ગુજરાતમાં ડેટા સેન્ટર સેટઅપ અને પરપ્લેક્સિટી વચ્ચે હાઈબ્રીડ સેટઅપની દિશામાં પણ રસ દાખવ્યો. આ ઉપરાંત ધી ઈન્ડસ એન્ટરપ્રેન્યોર્સ TiEના સભ્યો સાથે પણ મુખ્યમંત્રીની બેઠક યોજાઇ.