ઓગસ્ટ 20, 2026 10:23 એ એમ (AM)

printer

ભાવનગરમાં બનાવટી દારુના કેસમાં પાંચ પોલીસ કર્મચારીઓ બરતરફ. મુખ્ય સૂત્રધાર સહિત 21 સામે ફરિયાદ દાખલ કરાઇ

ભાવનગર શહેરમાં ચકચારી બનેલા નકલી દારૂ કાંડમાં ચાર લોકોના મોત બાદ બનાવટી દારૂના મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર બનાવટી દારૂ બનતો હોવાની ચોક્કસ બાતમી અને પ્રાથમિક તપાસના આધારે પોલીસે દરોડા પાડી મોટું રેકેટ ખુલ્લું પાડ્યું હતું. આ ઉપરાંત ભાવનગર પોલીસે ફરજમાં ઘોર બેદરકારી અને નિષ્કાળજી દાખવનારા પાંચ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નિલમબાગ પોલીસ મથકના એક મહિલા પોલીસ કર્મીને પણ અન્ય ગુનાની તપાસમાં ફરજ દરમિયાન ગંભીર નિષ્કાળજી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી છે.