ST બસના મુસાફર પાસમાં 50 ટકા ભાડા રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. રોજીંદી મુસાફરી કરતા લોકો માટે રાજ્ય ST બસ નિગમે આ નિર્ણય લેતા માસિક પાસમાં 18 દિવસને બદલે માત્ર 15 દિવસના ભાડામાં 30 દિવસ મુસાફરી કરી શકાશે. જ્યારે ત્રિમાસિક પાસમાં 54 દિવસને બદલે માત્ર 45 દિવસનું ભાડું ચૂકવી 90 દિવસ મુસાફરીનો લાભ મળશે. આ નિર્ણયથી રાજ્યના અઢી લાખથી વધુ નોકરિયાતો અને ધંધાર્થી વર્ગને સીધો આર્થિક ફાયદો મળશે.
Site Admin | ઓગસ્ટ 19, 2026 7:19 પી એમ(PM)
ST બસના મુસાફર પાસમાં 50 ટકા ભાડા રાહતની જાહેરાત