રાષ્ટ્રીય

ઓક્ટોબર 9, 2026 3:12 પી એમ(PM)

views 9

કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 4 અઠવાડિયામાં મોટર અકસ્માત દાવા સંબંધિત 4 ડિજિટલ પ્લેટફોર્મને એકીકૃત કરવા સર્વોચ્ચ અદાલતનો નિર્દેશ

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચાર અઠવાડિયામાં મોટર અકસ્માત દાવાઓ સંબંધિત ચાર ડિજિટલ પ્લેટફોર્મને એકીકૃત કરવાનો નિર્દેશ આપ્યો.  જેથી છેતરપિંડીવાળા વીમા દાવાઓને રોકી શકાય અને વળતરની પતાવટ ઝડપી બને. પ્લેટફોર્મમાં e-DAR, VAHAN, SARATHI અને વીમા માહિતી બ્યુરોનો સમાવેશ થાય છે....

ઓક્ટોબર 9, 2026 3:07 પી એમ(PM)

views 15

તમિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં પાંચ વિધાનસભા બેઠક અને આસામની એક લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે – પુડુચેરીની થટ્ટનચાવાડી બેઠક પર ઓલ ઈન્ડિયા NR કોંગ્રેસનો વિજય

તમિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં પાંચ વિધાનસભા બેઠકો અને આસામની એક લોકસભા બેઠક ની પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. દરમિયાન પુડુચેરીમાં થટ્ટનચાવાડી વિધાનસભા પેટાચૂંટણી માટે મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક પર ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસના ઉમેદવાર અશોક આનંદે 8 હજાર 482 મતોથી વિજય મેળવ્યો છે. તમિલ...

ઓક્ટોબર 9, 2026 3:03 પી એમ(PM)

views 5

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આજે દીવમાં સામાજિક સશક્તિકરણ અને સુરક્ષા યોજનાઓના અમલીકરણ અંગે પ્રાદેશિક સમીક્ષા બેઠક યોજશે

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દેશના પશ્ચિમ ક્ષેત્રમાં સામાજિક સશક્તિકરણ અને સુરક્ષા યોજનાઓના અમલીકરણની વ્યાપક સમીક્ષા કરવા માટે આજે દીવમાં એક પ્રાદેશિક સમીક્ષા બેઠક યોજશે. મંત્રાલયના સચિવ સુધાંશ પંત બેઠકને સંબોધિત કરશે. આ બેઠકનો ઉદ્દેશ્ય મંત્રાલય, ભાગીદાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહી...

ઓક્ટોબર 9, 2026 10:39 એ એમ (AM)

views 9

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ મેચની ટ્વેન્ટી 20 ક્રિકેટ શ્રેણીનો બીજો મુકાબલો આજે રાંચી ખાતે રમાશે

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ મેચની ટ્વેન્ટી20 ક્રિકેટ શ્રેણીનો બીજો મુકાબલો આજે રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. પ્રથમ મેચ જીતીને ભારત શ્રેણીમાં 1-0 થી આગળ છે.

ઓક્ટોબર 9, 2026 10:29 એ એમ (AM)

views 5

ટ્રમ્પ વહીવટીતંત્ર એ  ચાર ભારતીય કંપનીઑ સહિત આઠ ટેક કંપનીઓ માટે રોજગાર આધારિત ગ્રીન કાર્ડ પ્રક્રિયા સ્થગિત કરી

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે આઠ મુખ્ય ટેકનોલોજી અને આઉટસોર્સિંગ કંપનીઓ માટે રોજગાર આધારિત ગ્રીન કાર્ડ પ્રક્રિયા સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આમાં ભારતીય કંપનીઓ ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો અને એચસીએલ, તેમજ કોગ્નિઝન્ટ, કેપજેમિની, માઇક્રોસોફ્ટ અને એડોબનો સમાવેશ થાય છે.  અમેરિકના શ્...

ઓક્ટોબર 9, 2026 10:19 એ એમ (AM)

views 5

સરકારે નોન-શેડ્યુલ્ડ કેન્સર વિરોધી દવાઓ પર માર્જિન MRPના 30% સુધી મર્યાદિત કર્યું

સરકારે નોન-શેડ્યુલ્ડ કેન્સર વિરોધી દવાઓના પુરવઠા અને વેચાણ પર વસૂલવામાં આવતા માર્જિનને મર્યાદિત કરી દીધું છે, જે મહત્તમ છૂટક કિંમત પર 30 ટકા હશે. રસાયણ અને ખાતર મંત્રાલયને અપેક્ષા છે કે આ પગલાથી દવાના ભાવમાં 70 ટકા સુધીનો ઘટાડો થશે, જેનાથી કેન્સરના દર્દીઓને વાર્ષિક 2,500 કરોડ રૂપિયાની બચત થશે. જ્યાર...

ઓક્ટોબર 9, 2026 9:36 એ એમ (AM)

views 6

ભારત એક સંપૂર્ણ ટેલિકોમ મૂલ્ય શૃંખલા તરફ આગળ વધી રહ્યું હોવાનું જણાવતાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ જણાવ્યું છે કે ભારત એક સંપૂર્ણ ટેલિકોમ મૂલ્ય શૃંખલા તરફ આગળ વધી રહ્યું છે અને નિયમો, સાધનો અને નવીનતાને આકાર આપવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે નવી દિલ્હીમાં 10મી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) દરમિયાન આયોજિત ઉચ્ચ-સ્તરીય CEO ગોળમેજ સં...

ઓક્ટોબર 9, 2026 9:12 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી મોદી આજે નવી દિલ્હીમાં મહિલા અને બાળ વિકાસ શિખર સંમેલનને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના બે દિવસીય શિખર સંમેલનના સમાપન સત્રમાં હાજરી આપશે. ગઈકાલે શરૂ થયેલ આ સંમેલનમાં તમામ રાજ્યોના રાજકીય નેતાઓ અને મહિલા અને બાળ વિકાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.

ઓક્ટોબર 8, 2026 7:53 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકાર ડિજિટલ અને ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમો દ્વારા 25 કરોડ વિદ્યાર્થીઓને જોડશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના યશોભૂમિ ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના દસમા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. તે ટેલિકોમ્યુનિકેશન, ડિજિટલ કનેક્ટિવિટી અને ટેકનોલોજીકલ નવીનતામાં ભારતની નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. ચાર દિવસીય પરિષદ ગઈકાલે શરૂ થઈ હતી. આ વર્ષની થીમ "સીમાઓથી આગળ વિસ્તરણ" છે. આ પ્રસં...

ઓક્ટોબર 8, 2026 7:48 પી એમ(PM)

views 9

વસ્તુ અને સેવા કર કાઉન્સિલે કર અધિકારીઓની ધરપકડની સત્તા નાબૂદ કરી

વસ્તુ અને સેવા કર - GST કાઉન્સિલે કર અધિકારીઓની ધરપકડની સત્તા નાબૂદ કરી છે. કાઉન્સિલે કાર્યવાહી માટે મર્યાદા 1 કરોડ રૂપિયાથી વધારીને 5 કરોડ રૂપિયા કરી છે. દંડ અને કેદ અંગેનો નિર્ણય સક્ષમ કોર્ટના વિવેકબુદ્ધિ પર છોડી દેવામાં આવ્યો છે. કરદાતાઓ જે કર ફાઇલ કરવામાં વિલંબ કરે છે, ડિફોલ્ટ કરે છે અથવા કર ચૂક...