સપ્ટેમ્બર 14, 2026 6:44 પી એમ(PM)

printer

ગુજરાતે “મિષ્ટી” યોજના અંતર્ગત કચ્છમાં 27 હજાર હૅક્ટરમાં મેનગ્રોવ રોપાઓ વાવીને મહત્વની સિદ્ધિ હાંસલ કરી – કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની જાહેરાત

કચ્છઃ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જાહેરાત કરી કે, ગુજરાતે ભારતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં અને ક્ષાર આસપાસ ચેરના વાવેતર માટેની કેન્દ્ર સરકારની મહત્વની પહેલ એટલે કે, “મિષ્ટી” યોજના અંતર્ગત કચ્છમાં 27 હજાર હૅક્ટરમાં મેનગ્રોવ એટલે કે, ચેરના રોપાઓ વાવીને મહત્વની સિદ્ધિ હાંસલ કરી.

પર્યાવરણ મંત્રીએ જખૌ સ્થિત વૈજ્ઞાનિક નર્સરીની પણ મુલાકાત લીધી. શ્રી યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં ગુજરાતમાં દરિકાયાંઠાની જૈવ વિવિધતાના સંરક્ષણ અને લુપ્ત થયેલા વન્યજીવોના સંરક્ષણ માટે કરાયેલા મુખ્ય પ્રયાસ અંગે પણ માહિતી આપી.

આ પ્રસંગે વન્યજીવ સંરક્ષણ અને ચિતા પરિયોજના અંતર્ગત વનવિભાગ માટે 33 દેખરેખ અને બચાવ વાહનોનું પ્રસ્થાન કરાવાયું. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ એક પેડ માઁ કે નામ અભિયાન હેઠળ સાયરા વનકવચનું પણ લોકાર્પણ કર્યું. તેમાં એક હૅક્ટર વિસ્તારમાં 49 પ્રજાતિના 10 હજારથી વધુ રોપા અને મધમાખી પાલનની વ્યવસ્થા સામેલ છે.