સપ્ટેમ્બર 21, 2026 9:25 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે. તેઓ આવતીકાલે કેવડિયાના એકતા નગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહની અધ્યક્ષતા કરશે.

બુધવારે તેઓ  વડોદરામાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના 75મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તેઓ વૈશ્વિક   નવીની કરણ માટે બ્રહ્માકુમારીઓના આધ્યાત્મિક જાગૃતિ અભિયાનનો પણ પ્રારંભ કરશે અને વડોદરામાં ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ રીટ્રીટ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, રાષ્ટ્રપતિ બ્રહ્માકુમારી નડિયાદના ” રાષ્ટ્ર નિર્માણ માટે આંતરિક શક્તિ જાગરણ અભિયાન નો વર્ચ્યુઅલી પ્રારંભ પણ કરશે.