સપ્ટેમ્બર 22, 2026 10:00 એ એમ (AM)

printer

ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીમાં 9મા ભારત આંતરરાષ્ટ્રીય જળ સપ્તાહ – 2026નું ઉદ્ઘાટન કરશે

ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીમાં 9મા ભારત આંતરરાષ્ટ્રીય જળ સપ્તાહ – 2026નું ઉદ્ઘાટન કરશે. પાંચ દિવસીય આ કાર્યક્રમનું આયોજન “ક્લાયમેટ રેઝિલિયન્ટ વોટર મેનેજમેન્ટ” થીમ પર કરાયું છે.

જળ શક્તિ મંત્રાલયે જણાવ્યુ કે આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં નેધરલેન્ડ અને જર્મની ભાગીદાર દેશો જ્યારે ચૌદ રાજ્યો ભાગીદાર રાજ્યો તરીકે ભાગ લેશે.

આગામી 25મી તારીખ સુધી ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું પણ આયોજન કરાશે. આ સાથે બીજી આંતરરાષ્ટ્રીય WASH પરિષદ 2026 પણ યોજાશે. જેમાં પીવાના પાણીની પહોંચ, સ્વચ્છતા માળખા, અને જાહેર આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરાશે.