સપ્ટેમ્બર 22, 2026 10:52 એ એમ (AM)

printer

રાજ્યમાં આગામી છ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વરસાદને લઈને સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ અપાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ ક્ષમતાના 97.23 ટકા ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ 71.25% પાણીનો સંગ્રહ થયો છે.

મહીસાગરના કડાણા ડેમમાં પાણીની નવી આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેમમાં હાલ 6,500 ક્યુસેક પાણીની સતત આવક નોંધાઈ છે. કડાણા ડેમની વર્તમાન જળસપાટી 406.04 ફૂટે પહોંચી ગઈ છે.   

દરમિયાન રાજ્યના કેટલાક તાલુકામાં વરસાદ વરસ્યો હતો. બોટાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ગઇકાલે મધ્યમ વરસાદ નોંધાયો હતો.