કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વડાઓના ત્રીજા રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBની પરિષદમાં, ‘સંયુક્ત સંકલ્પ, વહેંચાયેલ જવાબદારી’ થીમ છે જેનો ઉદેશ્ય નાર્કોટિક્સ નિયંત્રણ 2026-2029માં ANTF ની ભૂમિકા પર ચર્ચા કરાશે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ ડ્રગના દુરુપયોગ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ટેલિવિઝન જાહેરાતો (TVCs) રજૂ કરશે અને લખનૌ અને દેહરાદૂન ખાતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ઝોનના નવા સંકુલનો શિલાન્યાસ પણ કરશે.
આ બે દિવસીય પરિષદમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ANTF ના વડાઓ, અન્ય સંબંધિત સરકારી વિભાગો અને હિસ્સેદારોના પ્રતિનિધિઓ હાજરી આપશે.