એશિયન રમતોત્સવમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે જાપાનના નિશિનમાં સુવર્ણ ચંદ્રક જીતવાના ઇરાદે શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10.30 વાગ્યે શરૂ થશે.
ભારતે બાંગ્લાદેશ પર 114 રનથી વિજય મેળવીને, જ્યારે શ્રીલંકાએ પાકિસ્તાન પર વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.