સપ્ટેમ્બર 22, 2026 10:16 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતમાં 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે એકતા નગર ખાતે ઐતિહાસિક 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરશે.

1954 માં સ્થાપિત, આ પુરસ્કારો ભારતના સર્વોચ્ચ સિનેમેટિક સન્માન છે  જે ફીચર, નોન-ફીચર અને સિનેમા પર લેખન જેવી વિવિધ શ્રેણીઓમાં કલાત્મક અને તકનીકી શ્રેષ્ઠતાને બિરદાવે છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા એક મુખ્ય નીતિગત પહેલના ભાગ રૂપે, આ પુરસ્કારો રાષ્ટ્રીય રાજધાનીની બહાર યોજાઈ રહ્યા છે. એકતા નગર ખાતે યોજાનારા આ સમારોહમાં દેશભરમાંથી સિનેમેટિક પ્રતિભાઓ મેળવાળો જામશે

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાને મૂર્તિમંત કરે છે. રાષ્ટ્રપતિ પીઢ અભિનેતા અનંત નાગને 2024 માટે દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી પણ સન્માનિત કરશે.