અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તેઓ ઈરાન સાથે યુદ્ધ અંગે નિર્ણય લેવાની સ્થિતિમાં છે. તેમણે ટૂંક સમયમાં મોટી ઘટનાઓ બનવાનીની ચેતવણી આપી.
ટ્રમ્પે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, જો ઈરાની શાસન પોતાનું વલણ નહીં બદલે તો નજીકના ભવિષ્યમાં મોટી ઘટનાઓ બની શકે છે. અહેવાલ છે કે તેઓએ યુદ્ધ માટે ત્રણ સંભવિત વિકલ્પો પર ચર્ચા કરી હતી.
ઈરાનને સંપૂર્ણપણે નાશ કરવો, તેની અર્થવ્યવસ્થાને નબળી પડવા દેવી, અથવા સમાધાન પર પહોંચવું. ઈરાને યુદ્ધનો અંત લાવવાના હેતુથી વાટાઘાટો ફરી શરૂ કરવા માટે અમેરિકાને સાત શરતો મોકલી છે.