સપ્ટેમ્બર 21, 2026 9:31 એ એમ (AM)

printer

રાજ્યના અનેક સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન.. ગોધરામાં ગાર્ડ ઓફ ઓનર સાથે વિઘ્નહર્તાની વિદાય

રાજ્યભરમાં ગણપતિ બાપ્પાને અબીલ ગુલાલની છોળો વચ્ચે વિદાય અપાઈ રહી છે. અમદાવાદમાં ગણેશ વિસર્જનમાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક લોકો જોડાયા હતા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ વિસર્જન કુંડમાં બાપ્પાને લોકો શ્રદ્ધાપૂર્વક વિદાય આપી રહ્યા છે.

 પંચમહાલ જિલ્લાના ગોધરામાં ગણેશ વિસર્જન યાત્રામાં પ્રથમવાર પોલીસ જવાનો દ્વારા ગણેશજીને વિધિવત્ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

વિશ્વકર્મા ચોકથી શરૂ થયેલી શોભાયાત્રામાં શહેરના 80થી વધુ ગણેશ મંડળો જોડાયા હતા. વિસર્જન યાત્રા દરમિયાન લઘુમતી વિસ્તારમાં મુસ્લિમ આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમારે નાગરિકોને આ પ્રસંગે શુભેછાઓ પાઠવી હતી.

ભરૂચ શહેર સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગણપતિ બાપાની મૂર્તિને મા નર્મદાના પાણીમાં વિસર્જિત કરાઈ હતી.

 જામનગરમાં ગણેશ વિસર્જનમાટે  મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ વિસર્જન કુંડમાં સાત દિવસમાં કુલ 3 હજાર 147 ગણેશ મૂર્તિઓની શ્રદ્ધાપૂર્વક વિદાય કરવામાં આવી છે.